
મલય શાહ
સમગ્ર જિંદગી ટેલી અને એકાઉન્ટસમાં જમા-ઉધાર તેમજ લેવડ દેવડ અંગે વ્યાવસાયિક જીવન જીવ્યા પછી હવે સંપૂર્ણ પણે નિવૃત્ત જીવન વ્યતિત કરે છે, મુખ્ય કામ મજા કરવાનુ, ટેસ્ટી ટેસ્તી જમવાનું, વૉટ્સ અપની દુનિયા સાથે હરપળ જોડાયેલા રહેવાનું, હસવાનું અને હસાવવાનું. ગંભીર વાતને પણ મજાક બનાવીને કહેવાની અનોખી સ્ટાઇલ. ફૉન પર વાતો કરવાની નિરાળી સ્ટાઇલ. પત્તા રમવાનો શોખિન.
ઝડપથી વિશ્વાસ ભાગ્યે જ મૂકે, નાણીને નાણીને કામ આગળ વધારે…. પણ મનમોજી, મસ્તરામ અને જિંદાદિલ ઇન્સાન એટલે મલય શાહ.