અમથું અમથું હવે જાગવું કેટલું?
બે શ્વાસ વચ્ચેનો વિરામ કહે તેટલું.
અમથું અમથું હવે ઊઘવું ય કેટલું?
બે કીકીઓ જરીક જરીક ફરકે તેટલું.
નસીબથી આગળ કહો જીવાય કેટલું?
કદમ માંડોને સ્થિર થઇ જાય તેટલું.
સીધેસીધે રસ્તે તમે ચાલો કેટલું?
ફંટાય રસ્તો ને વળાંક મળે તેટલું.
આખેઆખા રણ પર વરસવું કેટલું?
મૃગજળની આશા મરે નહીં તેટલું.
અમૃતને સીંચવા પાણી ઉલેચવું કેટલું?
ગાગરમાં આખો સાગર છલકાય તેટલું.
ભીતરનું અંધારું પીવું કેટલું?
જીવન આખું ક્ષણ લાગે તેટલું.
તને મળવાને હવે છેટું છે કેટલું?
એક હાથ બીજાને મળે તેટલું.
ઇન્ટરનેટ પર પ્રથમ પોસ્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન
LikeLike