આ અધૂરાં નયન રાતભર જાગ્યા કરે
ને ગ્રહણની બલા હર કદમ લાગ્યા કરે
પાંગરે શું વહેમ શબ્દના પોલાણમાં
ને હકીકત બની પથ્થરો વાગ્યા કરે.
કોણ ફૂંકી ગયું કાનમાં ઝેરી હવા
આંખ લૂછું છતાં સજળ લાગ્યા કરે.
પાલખીમાં ફરું કે પછી કાંધે ચડું
ફર્ક શૂં છે ભલા, આંચકા વગ્યા કરે
ના પ્રશંસા કરો આજથી ભેગા મળી
શબ અમારું સૂતું પણ કફન જાગ્યા કરે