નસોની ગુફામાં વહે એક દરિયો
અમે એક દરિયો તમે એક દરિયો
હલેસાં ન સમજ્યાં હજી એટલું કે
અમે એક દરિયો તમે એક દરિયો
હું ખોબો શ્વાસનો ભરું એ પછી તો
એક અમે એક દરિયો તમે એક દરિયો
ટપકતી દિવાલો લળીને કહે છે
અમે એક દરિયો તમે એક દરિયો
સરકવાની મસ્તી મહીં આખરે તો
અમે એક દરિયો તમે એક દરિયો
હજારો સવાલોનો ઉત્તર છે એક જ
અમે એક દરિયો તમે એક દરિયો