મૃગજળને તરસનો અનુભવ ન હોય
સૂતલા સમયને ગયો ભવ ન હોય.
વ્યથાની શરમ જો અડે શબ્દને
તો મારી કથામાં પરાભવ ન હોય.
મહત્તા નથી મારે મન મોક્ષની
જો એવી અવસ્થા ભવોભવ ન હોય.
આ પરછાઇમાં ટળવળે ઉચ્છવાસ
વીતેલી ક્ષણોને નવો ભવ ન હોય.
મળે મોત પણ જો ઉત્કટ ન હોય
જીવનનો જ જેને અનુભવ ન હોય.
જીવન ની વાસતવિકતા નજર સામે થી પસાર થઇ| ખુબ સરસ ખુબ ખુબ અભિનંદન
LikeLike