હવાને ક્યાં ખબર છે?
નકામી આ ડગર છે!
પલકને ક્યાં ખબર છે?
સળગતી આ નજર છે!
સમયને ક્યાં ખબર છે
ચણેલી આ કબર છે
મગરને ક્યાં ખબર છે?
સમંદરમાં અગર છે!
મરણને ક્યાં ખબર છે?
મરણમાં તું અમર છે!
તને પણ ક્યાં ખબર છે?
પ્રથમ કાચો પ્રહર છે!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
હવાને ક્યાં ખબર છે?
નકામી આ ડગર છે!
પલકને ક્યાં ખબર છે?
સળગતી આ નજર છે!
સમયને ક્યાં ખબર છે
ચણેલી આ કબર છે
મગરને ક્યાં ખબર છે?
સમંદરમાં અગર છે!
મરણને ક્યાં ખબર છે?
મરણમાં તું અમર છે!
તને પણ ક્યાં ખબર છે?
પ્રથમ કાચો પ્રહર છે!
આ કવિતા મને ખૂબ ગમી.
LikeLike