ઘણાં ય પહાડો ચડીને ગયા’તા,
સરળ આ પ્રવાહોમાં પડતા જઇએ.
સરળતા ભરી જિંદગીથી કંટાળ્યા,
હવે તો નયનથી જ લડતા જઇએ.
સબડતાં નિરાશા તણી આ ગુફામાં,
મિનારા સમજના ચડતા જઇએ.
હસી તો અમે ખૂબ લીધું વિરહમાં,
મિલનમાં મળ્યાં છો તો રડતાં જઇએ.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
ઘણાં ય પહાડો ચડીને ગયા’તા,
સરળ આ પ્રવાહોમાં પડતા જઇએ.
સરળતા ભરી જિંદગીથી કંટાળ્યા,
હવે તો નયનથી જ લડતા જઇએ.
સબડતાં નિરાશા તણી આ ગુફામાં,
મિનારા સમજના ચડતા જઇએ.
હસી તો અમે ખૂબ લીધું વિરહમાં,
મિલનમાં મળ્યાં છો તો રડતાં જઇએ.