અંધારાને નડે તડકો
ગુફા સાથે લડે તડકો.
ભલે શોધું કણે કણમાં
અંગે મારા જડે તડકો.
સરકતો એ નિહાળું ત્યાં
ફરી પાછો ચડે તડકો.
ધરી બે હાથમાં રોકું
છતાં નીચે પડે તડકો.
કિટાણુઓ મરે એમાં
નિરવ ઘરમાં સડે તડકો.
જતો પાતાળમાં ઊંડે
હવાને ના અડે તડકો.
જરા આંખે ઝરી લેજો
હ્રદયમાં તો રડે તડકો.
Nice
LikeLike
Nice
LikeLike
Very nice
LikeLike
વાહ! ભાભી, તમે કવિતાઓ વાંચીને અભિપ્રાય આપ્યો તે ખૂબ જ ગમ્યું. આ જ રીતે વાંચીને લખતાં રહેજો.
LikeLike