અડકતાં કરણ,
ઉપાડે ચરણ.
નથી જળ ત્યાં,
ભરમનું ઝરણ.
ભરમમાં પડી,
શું દોડે હરણ.
થયાં છે છંદ,
નજરનાં ભરણ.
નજરને કદી ના,
આવે મરણ.
નજરની બલા,
લગાડે ઘરણ.
ન લેશો કદી,
નજરનું શરણ.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
અડકતાં કરણ,
ઉપાડે ચરણ.
નથી જળ ત્યાં,
ભરમનું ઝરણ.
ભરમમાં પડી,
શું દોડે હરણ.
થયાં છે છંદ,
નજરનાં ભરણ.
નજરને કદી ના,
આવે મરણ.
નજરની બલા,
લગાડે ઘરણ.
ન લેશો કદી,
નજરનું શરણ.