Design a site like this with WordPress.com
Get started

૧. હાસ્ય કસુંબલ – ૧

        ૧. આઝાદીનું સ્ટેટસ્

આજે મારા માશીના દીકરાએ તેના ફેસબુક અને વોટ્સ અપના સ્ટેટસ બદલીને એકદમ ભારત દેશનો તિરંગો લહેરાવ્યો.

એટલે, મેં તેને ફોન કર્યો, અલ્યા, આજે નથી ૨૬મી જાન્યુઆરી કે નથી ૧૫મી ઓગષ્ટ તો કેમ તે સ્ટેટસમાં આપણા દેશનો તિરંગો લહેરાવ્યો. જલ્દી બદલ…. બહુ જોરથી ઝંડો ફરફરી રહ્યો છે.

તેનો જવાબઃ અલ્યા, તું ચિંતા ના કર, તારી ભાભી ૧૫ દિવસ માટે પિયર ગઈ છે..

૨. બહેરું કોણ?

             કેટલાય સમયથી ચતુરને એવું લાગ્યા કરતું હતું કે, તેની પત્ની ગંગાને સાંભળવામાં તકલીફ થઇ રહી છે. એટલે બીજા દિવસે કાનના ડોક્ટરની સલાહ લેવા ગયો.

ગામ નાનું અને ડોક્ટર ચતુરને સારી રીતે ઓળખે. તેમણે કહ્યું કે, “એક કામ કર, પહેલાં ત્રીસ ફૂટ દૂરથી ગંગાને બૂમ મારી જો, અને જો ના સાંભળે તો પછી વીસ ફૂટે આવીને ફરી બૂમ માર, હુજુ ય જો જવાબ ના આપે તો પછી દસ ફૂટે, અને છેલ્લે નજીક આવીને તેને એ જ વાક્ય કહે, તેના ઉપરથી પછી ખબર પડશે કે તે કેટલી બહેરી છે. પછી તેનો ઉપચાર કરીએ. ઓકે!!”

ચતુરે ઘરે જઇને ગંગાને ૩૦ ફૂટ દુરથી બૂમ મારીને પૂછ્યું કે, “આજે શું બનાવ્યું છે?” ગંગાએ જવાબ ના આપ્યો.  

એટલે ૨૦ ફૂટ દૂરથી પૂછ્યું. એમ બે વખત ટ્રાય તો કર્યો પણ ગંગાએ કાંઇ જવાબ ના આપ્યો.

એટલે ડોક્ટરે કહ્યું’તું તેમ ૧૦ ફૂટ દૂરથી એ જ પ્રશ્ન પૂછ્યો, પણ જવાબ ના મળ્યો. એટલે પાસે જઇ ને પૂછ્યું, “ગંગા, આજે શું બનાવ્યું છે?”

એટલે ગંગાએ ગુસ્સે થઇને કહ્યું, “આ ચોથી વખત તમને કહું છું કે, આજે ભીંડાનું શાક, રોટલી, દાળ અને ભાત બનાવ્યા છે. મારો તો ઘાંટો બેસી ગયો…. જો સંભળાતું ના હોય તો કાનના ડોક્ટરને બતાવી આવો ને!

૩. દિવ્ય જ્યોતિ

          એક દંપતીને ઘણા વર્ષો પછી પણ બાળક નહોતું. એટલે તેમણે એક સાધુ મહાત્માની ખુબ સેવા કરી.

એટલે તે સાધુમહાત્માએ ખુશ થઇને કહ્યું, “બોલો તમારે મારી પાસેથી શું જોઇએ છે?”  એટલે પેલા દંપતીએ કહ્યું, “મહરાજ અમારે બસ, એક બાળક જોઇએ છે, જે અમારા સહુના ઘરમાં કિલકિલાટ કરે.”

એટલે સાધુ મહાત્મા ધ્યાનમાં બેઠા અને પછી આંખો ખોલીને કહ્યું કે, “તમારા નસીબમાં છોકરા નથી. પરંતુ મેં તમને વચન આપ્યું છે, એટલે મારે એ માટે હિમાલય ઉપર જઈને તપસ્યા કરીને દીવો સળગાવવો પડશે.

ઘણા વર્ષો પછી એ સાધુ મહાત્મા હિમાલયથી પાછા આવ્યા અને એમને થયું કે, મેં જે  દીવો સળગાવ્યો તે પછી પેલા દંપતીને બાળક થયું કે નહીં.

એટલે એ તેમના ઘરે ગયા. જેવું બારણું ખોલ્યું કે તેમના ઘરમાંથી ડઝન જેટલા છોકરા બહાર નીકળ્યા. એટલામાં પેલી પત્ની એમની પાછળ આવી.

એટલે મહાત્માએ મનમાં કહ્યું કે, હાશ મારી તપસ્યા ફળી ખરી.

પછી પેલા બહેનને પૂછ્યું કે, તમારા પતિ કયાં છે? એટલે પત્નીએ જવાબ આપ્યો કે એ તો હિમાલય ઉપર ગયા છે.

એટલે સાધુએ પુછ્યું કે, “હિમાલય ઉપર કેમ ગયા?

પત્નીએ જવાબ આપ્યો, “તમે સળગાવેલો દીવો ઓલવવા માટે!”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

4 comments

 1. ઘણું સારું લાખો છો દિવ્યેશ ની યાદ આવી ગઈ બહુજ સુંદર માણવા જેવી કૃતિ છે ઘણો આનંદ થયો જજે શબ્દોમાં દર્શાવી શકવા અસમર્થ છું અને શબ્દો પણ ઓછા પડે

  Like

  1. વાહ! બાપુ તમારા શબ્દો વાંચીને દિલ ખુશ થઇ ગયું.
   તમે સતત પ્રતિભાવો આપતા જ રહ્યા છો.
   આ રીતે અનુસંધાન થયું તેનો આનંદ છે.

   Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: