મારી વાણીને ફૂટે શબ્દો,
શબ્દે શબ્દે સર્જાય કવિતા.
રોમેરોમ મહેંકે સ્પંદનો,
લહેરાઇ જાય સરિતા.
શબ્દ અને ભાવનો સંગમ,
રચે મનોરમ્ય પારમિતા.
ભલે હોય અગડંબગડં,
ભીતરેથી લાગે લલિતા.
વાંસળીના સૂર ભળે તો,
શબ્દને મળી જાય ગીતા.
આંખોમાં છલકે અશ્રુઓ,
હોઠે મલકે સહજ સ્મિતા.
ખુબ જ સરસ છે.
LikeLike
Very nice
LikeLike