શ્વાસ ચાલે છે એટલે મોત ન કહેવાય,
આખી જિંદગી જીવનનો આ જ મરમ સમજાયો.
સિક્કા ચાલે છે એટલે ખોટ ન કહેવાય,
સરકતા સમયના મિજાજમાં આ જ ભરમ પરખાયો.
આંખો જુએ છે એટલે ચોટ ન કહેવાય,
હાંફતી ધડકનોના સંગીતમાં આ જ કરમમાં ભરમાયો.
પૂજા કરે છે એટલે ભોટ ન કહેવાય,
દિવસભર પળવારના દર્શનમાં આ જ ધરમ બજવાયો.