તરતી હવામાં અથડાય આંખો,
થોભી ગયા તો તરડાય આંખો!
ચાદર ભરમની ઓઢી લીધી છે,
ખાલી હવામાં ઊંચકાય આંખો!
દોડી જતી કાં ભ્રમણાની પાછળ,
જૂઠી ફરેબી મલકાય આંખો!
ડૂબી જતી’તી તસવીરમાં જે,
આજે થયું શું કતરાય આંખો!
દોડો હવે ના આંખોની પાછળ,
સમજો કદી ના પકડાય આંખો!