આ ચેતનાનું વન,
યાદો તણું સ્પંદન!
છે કાચની નિંદ્રા,
ને રાતનું ક્રંદન!
ઘેઘૂર આંખોને,
તરતી કરે અંજન!
પક્ષી સમી પાંખો,
તો યે રહ્યું બંધન!
કોને હવે શોધે,
સળગી ગયેલું મન!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
આ ચેતનાનું વન,
યાદો તણું સ્પંદન!
છે કાચની નિંદ્રા,
ને રાતનું ક્રંદન!
ઘેઘૂર આંખોને,
તરતી કરે અંજન!
પક્ષી સમી પાંખો,
તો યે રહ્યું બંધન!
કોને હવે શોધે,
સળગી ગયેલું મન!