આંખમાં અટવાયેલાંનું કામ શું?
ના પૂછો કે પથ્થરોનું નામ શું?
હર પળે ભૂલી જતાં ખુદને અમે,
રુહને તો નામ શું બદનામ શું?
જિંદગી એકાંતની છે હિમશિલા,
મોતના કલરવ તણું તો કામ શું?
છે કબરની આડમાં તો અંધકાર,
પગ તળે તો શું સુબહ ને શામ શું?
પ્યાસથી પાગલ બની પીધું લહુ,
પથ્થરોને મન મીના શું જામ શું?
*****
પથ્થરોની યાદમાં પથ્થર બની
આંખનાં પાણી અમે રોકી લીધાં.
May I request all litrature loving readers to post their feedback in comment box, so that other readers can view it and get different perspectives.
Thank you all for your interest.
LikeLike