એકેક નિશાન તાક્યાં હતાં,
ક્યા એ નિશાન હતા એ ના પૂછો!!!
એકેક ગીત દિલથી ગાયાં હતાં,
કોની વેદનાના શબ્દો હતા એ ના પૂછો!!!
એકેક અવસરમાં ઝૂમી ઊઠ્યાં હતાં,
ક્યા સમયના એ જામ હતા, એ ના પૂછો!!!!
એકેક બોલને મૌનમાં માપ્યાં હ્તાં,
કોના હોઠ બંધ હતાં, એ ના પૂછો!!!
એકેક સ્વપ્નને ઓશીકે સેરવ્યાં હતાં,
કઇ રાતે ઊંઘ્યા હતાં, એ ના પૂછો!!!!
એકેક આંસુને પાંપણે ઝીલ્યાં હતાં,
ક્યા હાસ્યથી રૂંધ્યાં હતાં, એ ના પૂછો!!!!
એકેક મંદિરે હાથ જોડ્યાં હતાં,
કોના માટે ઝૂક્યાં હતાં, એ ના પૂછો!!!
મેં કવિતાની દરેક પંકિત વાંચી હતી,
કોની કવિતા હતી તે ના પૂછો…
LikeLike
તમે પંક્તિ વાંચી તે જ બહુ ગમ્યું, કેટલું ગમ્યું તે ન પૂછો,
તમે સાહિત્યમાં રસ લીધો? રસ કેમ પડ્યો તે ન પૂછો!
LikeLike
તમારી કવિતા માણી, કોણે માણી તે ન પૂછો!
વાંચતાં વિચારે ચડી જવાયું, શું વિચાર્યું તે ન પૂછો!!!!
LikeLike
વાહ!! આવા પ્રતિભાવોથી કવિતાનો નશો ચડે છે.
કેવો નશો ચડે છે, તે ના પૂછો!!
LikeLike