અય બાપુ, અય મોહન…… અય ગાંધી
વિશ્વ તણી સૌ કડીઓ તેં તો સાંધી
એક જુવાળ, મહાતૂફાન મહાભયંકર આંધિ
સત્ય અહિંસાના પાયા પર સૌને લીધા બાંધી
ગરજ સરે કે વૈધ બને છે વેરી
સ્વતંત્ર થાતાં હવે અમે તો બહુ બની ગયાં લે’રી
અમે બધા તો મૂર્તિ – પૂજક.!
જીવતાને દઈએ ભૂંજી,
મૃત્યુ બાદ તો સૌ તેને પૂંજી.
જડ-પ્રતિમાને દેખી દેખી,
ગુણલાં તેના કદી ન પેખી.
મનમાં રાચીએ,
મનમાં નાચીએ.
અમે બધા સૌ ગાંધી-વારસ,
અને હ્રદયમાં તો લાવારસ,
અહા! શું ફારસ!