કોરાં નયનની આડમાં હું વિસ્તરું,
ને શબ્દની ભીનાશને શોધ્યા કરું!
બેકાર ઉમ્મીદ મળે ઘરમાં બધે,
વાતાવરણને ક્યાં સુધી પીતો ફરું?
ભીંતો પર પારેવડાં ચોંટી ગયાં,
હું શું કરું જો ભીંતોને ન કરગરું?
બે–ચાર વાતો કોઇ પૂછીને ગયું,
ક્યાં ગયું? હું ક્યારનો શોધ્યા કરું!
સાકી અહીં નાકામ છે તારો કસબ,
હું ખૂબ પી પીને હવે તરસે મરું!
બે – ચાર વાતો કોઇ પૂછીને ગયું,
બસ, એ પછી આ રાત થઇ ગઇ છે શરુ!