આંખને લૂછ્યા કરું,
મોતને સૂંઘ્યા કરું!
તાર તો છૂટ્યા છતાં,
સાજને છેડ્યા કરું!
આરસીની આંખમાં,
હું મને શોધ્યા કરું!
ભીંતની ખીંટી ઉપર,
ક્યારનો લટક્યા કરું!
યાદ તો છે રાઝ પણ,
વાત ફંફોળ્યા કરું!
વાત તો ટૂંકી હતી,
કેમ લંબાવ્યા કરું!
જિંદગીની શોધમાં,
રાતભર રઝળ્યા કરું!