કાંસા જેવું તન હશે કોને ખબર?
દર્પણ પાછળ વન હશે કોને ખબર?
ધબક્યા કરતું શ્વાસ વિના વાતાવરણ,
ચીસાચીસ પણ સન્ન હશે કોને ખબર?
માન્યું કે મળશે ચરુ,ખોદી કબર,
કોની પાસે ધન હશે કોને ખબર?
કોરી ભીંતો પણ ફેંદી વળ્યા,
નાનું અમથું મન હશે કોને ખબર?
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
કાંસા જેવું તન હશે કોને ખબર?
દર્પણ પાછળ વન હશે કોને ખબર?
ધબક્યા કરતું શ્વાસ વિના વાતાવરણ,
ચીસાચીસ પણ સન્ન હશે કોને ખબર?
માન્યું કે મળશે ચરુ,ખોદી કબર,
કોની પાસે ધન હશે કોને ખબર?
કોરી ભીંતો પણ ફેંદી વળ્યા,
નાનું અમથું મન હશે કોને ખબર?