રાત પડે ને જાગે નસ્તર,
શ્વાસ સડે તો વાગે નસ્તર!
આંખ મીંચુ ને તારા ચહેરા,
ચાક જિગરનાં લાગે નસ્તર!
એક તણખલું ઊગે રણમાં,
એય કણસવા માગે નસ્તર!
ભીની ભીની આંખોમાં પણ,
સપનાં તારાં લાગે નસ્તર!
યાદોની મોસમ છલ્કે તો,
હળવે રહીને લાગે નસ્તર!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
રાત પડે ને જાગે નસ્તર,
શ્વાસ સડે તો વાગે નસ્તર!
આંખ મીંચુ ને તારા ચહેરા,
ચાક જિગરનાં લાગે નસ્તર!
એક તણખલું ઊગે રણમાં,
એય કણસવા માગે નસ્તર!
ભીની ભીની આંખોમાં પણ,
સપનાં તારાં લાગે નસ્તર!
યાદોની મોસમ છલ્કે તો,
હળવે રહીને લાગે નસ્તર!