આંખોને આ થયું છે શું?
મારી પાસે રહ્યું છે શું?
તારા નામે રડે રસ્તા,
પગને તારા થયું છે શું?
એકલતાના હલે પડદા,
એકલતામાં ભળ્યું છે શું?
ચોરે ચૌટે શ્વસે પગલાં,
ગુપ ચુપ ગયું છે શું?
તરફડતી માછલીઓ પૂછે,
પાણીને પણ થયું છે શું?
વીતી રાતો છતાં આજે,
સૂરજને પણ થયું છે શું?