
કદાચ ૧૯૭૭ કે ૧૯૭૮ના સાલની વાત હશે. મારા માટે કોઈ સંબંધી તરફથી એક છોકરાની વાત આવી. મારા પપ્પાજીની આંખમાંથી તો ડબ ડબ આંસુઓની ધારા વહી ચાલી. જાણે એ જ ક્ષણે મને વિદાય ન કરી દેવાની હોય!
ખેર, નિયતિને તો કંઈ ઓર જ મંજૂર હતું. પણ પૂ. પપ્પાજીએ એમની ડાયરીમાં મારાં લગ્ન માટેની કંકોત્રી કેવી હશે તેનો ડ્રાફ્ટ બનાવ્યો. આજે પણ એ ડાયરીમાં એમના હસ્તાક્ષરમાં સુરક્ષિત છે. એ પણ જોઈ શકાય છે કે ક્યા શબ્દો કયા રંગમાં છપાશે તેનું અનુમાન કરીને તે રીતે જ તેઓએ લખ્યું હતું.

આ ક્ષણે લગભગ ૪૩ વર્ષ પહેલાંની વાત એ જ સ્વરૂપમાં અનુભવી રહી છું. કોઈ પણ વ્યક્તિ એની જિંદગીમાં ગમે તેટલા શિખરો સર કરે કે વ્યાવસાયિક ક્ષેત્રમાં ગમે તેટલી નામના પ્રાપ્ત કરે પણ હ્રદયના ખૂણામાં તો ‘પપ્પા’ એ ‘પપ્પા’ જ હોય છે. એમનું વ્હાલ ઉભરે ત્યારે તો સમગ્ર આકાશ પ્રેમ બનીને વરસતું હોય છે.
આજે પૂ. પપ્પાજીને એમના ૮૮માં જન્મદિને એ જ પ્રાર્થના કરું કે, દર ભવમાં અમને તમે જ પિતા તરીકે પ્રાપ્ત થાઓ.
સ્મિતા (શીતલ)
Lovely feelings
LikeLiked by 1 person
મહેશભાઈ, પ્રતિભાવ બદલ આપનો આભાર…
LikeLike
Dear madam
You are great Proffeccer
I thanks to you madam
LikeLike
પ્રિય મીનાબેન, આપના લાગણીસભર પ્રતિભાવ બદલ હાર્દિક ધન્યવાદ…
LikeLike