‘લીલો ઉજાસ’ નવલકથાના બીજા ભાગમાં અને અંતિમ પ્રકરણમાં સોનલ બૌદ્ધ ભિક્ષુણી બની રોહિણી નામ ધારણ કરે છે. તેના ગુરુ લી ચાંગ ચીનમાં નવો આશ્રમ સ્થાપવા માંગે છે, તેઓ ત્યાં તેને બોલાવવા ઇચ્છે છે. મનીષા અને નયન લગ્ન કર્યા પછી સોનલને મળવા આશ્રમ પર આવે છે, સોનલ તેની આત્મકથા તેઓને સોંપી દે છે.
Author: Smita Trivedi
અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું.
જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૯ તું નરકમાં જ જવાની છે! –
સોનલ દીક્ષા લેવા માટે જૈન સાધુ – સાધ્વી પાસે મમ્મી-પપ્પાને લઈને જાય છે, પણ તેઓને એવા સવાલ પૂછી નાંખે છે કે, સાધુ મહારાજ ગુસ્સે થઈ જાય છે. મમ્મી-પપ્પા પણ સોનલ પર ભયંકર ગુસ્સે થઈ જાય છે, અને જાણે એની સાથેનો સંબંધ પૂરો થઈ ગયો હોય તેવું અનુભવે છે.
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૮ મિ. નટવરલાલને ખુલ્લી ચેતવણી
દીક્ષા લેવાનો નિર્ણય સહજ બને તે માટે સોનલ રાહ જોવાનું વિચારે છે. તેને કોઈ બળજબરીથી નિર્ણય કરવો નથી. પંકજે મનીષાને કરેલા નનામા ફૉન માટે તેને પાઠ પણ ભણાવ્યો. પણ તેના પિતા એક વગદાર વ્યક્તિ હોવાથી ફરીથી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સોનલ નટવરલાલને જઈને સમજાઈ આવી.
લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ
સોનલ ચીનની મુલાકાતના અનુભવો વર્ણવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ફેશન ટેકનૉલૉજી વિષય પરનો વાર્તાલાપ અસરકારક રહ્યો. ગુરુ લી ચાંગ સાથેની મુલાકાતમાં સોનલના પૂર્વજન્મ વિશે એક રહસ્ય આમે આવ્યું. બૌદ્ધ ધર્મ તરફનું પ્રયાણ નિશ્ચિત બનતું જતું હતું.
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૬ સ્ત્રી સશક્તીકરણ પણ દિશા કઈ?
સોનલ આત્મકથામાં સ્ત્રી અને પુરૂષ અંગેના પોતાના વિચારો જણાવે છે. સ્ત્રી સશક્તીકરણ અંગે જે કંઈ કાર્યક્રમો ચાલે છે તે સાચી દિશામાં થતાં નથી, તેવું સ્પષ્ટ માને છે. પોતે સ્વતંત્ર રહી શકે તે માટે લગ્ન નહીં કરવાનો વિચાર કરે છે.
લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ-૫ કારણ વિનાનો સંબંધ
આત્મકથાના પાંચમાં પ્રકરણમાં સોનલ મનીષા સાથેની ગાઢ મૈત્રીના સંબંધમાં પોતાની લાગણીઓ જણાવે છે. વિશેષમાં પંકજ મનીષા સામે જે રીતે પ્રેમના ગાંડપણને પ્રદર્શિત કરે છે તેનું રોચક વર્ણન કર્યું છે.
લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ – ४ પુરૂષની ભ્રમરવૃત્તિ
સોનલના અનુભવો એને એ વિચારવા પ્રેરે છે કે, પૈસો અને સમૃધ્ધિ માણસના સૌથી મોટા દુશ્મન છે. પૈસો હોય છે ત્યાં લાગણી ગાયબ થઈ જાય છે. પૈસાદારને પ્રતિષ્ઠાની કે લાગણીની કોઈ કિંમત નથી હોતી અને એ દરેક ચીજને ખેલ સમજે છે. પૈસો માણસના અહંકારને એટલો બધો ભરી દે છે કે એને માણસની પણ કિંમત રહેતી નથી.
લીલો ઉજાસ ભાગ – ૨ – પ્રકરણ – ૩ સેક્સ સાથેનું ‘એન્કાઉન્ટર’
આત્મકથાના ત્રીજા પ્રકરણમાં સોનલ પોતાના સેક્સ અંગેના અનુભવો અને તેનાથી તેનામાં આવેલા પરિવર્તનોને બહુ સ્પષ્ટ અને નિખાલસ રીતે વર્ણવે છે. સોનલની આવી નિખાલસ હિંમત ખરેખર પ્રસંશાને પાત્ર છે.
લીલો ઉજાસ – ભાગ ૨- પ્રકરણ -૨ અમારી છોકરી કાબૂમાં નથી –
સોનલ આત્મકથાના બીજા પ્રકરણમાં જણાવે છે કે, મમ્મી-પપ્પા, ભાઈ અને ઘર સાથેની મારી માયા સતત ઓછી થવા લાગી હતી, હું ઘરે આવતી અને બધા સાથે વાત કરતી છતાં મને એવું જ લાગતું કે જાણે હું કોઈ ધર્મશાળામાં આવું છું અને બીજા મુલાકાતીઓ સાથે વાતો કરું છું. મમ્મી – પપ્પાને તો લાગ્યું જ કે આ છોકરી હવે અમારા કાબૂમાં રહી નથી.
પ્રકરણ – ૧ બૌધ્ધ ધર્મ તરફ આકર્ષણ
‘લીલો ઉજાસ – ભાગ – ૨’માં સોનલની આત્મકથા રજૂ થઈ છે. તેના ૧લા પ્રકરણ – ‘બૌદ્ધ ધર્મ તરફ આકર્ષણ’માં સોનલ તેના મમ્મી – પપ્પા જૈન હોવા છતાં જે રીતે સ્વાર્થી વર્તન કરતાં હતાં અને તે કેવી રીતે જૈન ધર્મથી વિમુખ થતી ગઈ તેની કબૂલાત કરે છે. ધ્યાન અંગત બાબત છે એ વાત તેને સ્પર્શી ગઈ. અને સોનલનું મન પોકારી ઊઠ્યું, ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ’.