Design a site like this with WordPress.com
Get started

સ્વની સમજ – આમુખ

આધ્યાત્મિક સત્યની વિશેષતા જ એ છે કે, સત્યની પ્રાપ્તિ માટે વ્યક્તિએ સ્વયં યાત્રા કરવી પડે છે. ભગવાન બુધ્ધ, ભગવાન મહાવીર કે ઋષિ પતંજલિએ પ્રબોધેલાં સત્યોથી માર્ગનો પરિચય અવશ્ય થાય છે, પણ એથી સત્યનો બોધ કે આત્મ સાક્ષાત્કાર નથી થઇ જતો. એ માટે તો પ્રત્યેક વ્યક્તિએ પોતે જ એ માર્ગ પર ચાલવું પડે છે. જાતે જ અનુભવ લેવો પડે છે, અને જાતે જ તેના નિરાકરણ પર આવવું પડે છે.

૪૦. સાથિયો

પ્રત્યેક પળે કાળ સામો જ ઊભો છે, પણ સમયના પ્રવાહમાં વહીને સજગ રહીને શુભ ભાવનાઓને જાગૃત કરવી છે.

૩૯. તથ્યની હત્યા

દેખિતું તથ્ય અને ભીતરના સત્ય વચ્ચે બહુ અંતર હોય છે. આ અંતરને ઘટાડવા માટે બે વિરોધો વચ્ચેની સમતુલાને સમજવી જરૂરી છે.

૩૮. તૃપ્તિનો શાપ

જિંદગી આ ક્ષણમાં જ છે, પણ સપનાંઓને તો યુગોનો વિસ્તાર જોઈએ! અપેક્ષાઓનો કોઈ જ અંત નથી. કેમ કે ક્યાંય તૃપ્તિઓનો અહેસાસ જ નથી!

૩૭. સમયની ક્ષિતિજે

પ્રેમ જ્યારે સીમા પાર કરી જાય ત્યારે મૃત્યુ પછી પ્રેમ જ શ્વસતો રહે તેવી અપેક્ષા રહે છે, પણ તેની આશંકા તરવરતી રહેતી હોય તેવી સ્થિતિ અસહ્ય હોય છે.

૩૬. પગની પાની

ખૂબ ટૂંકા શબ્દોમાં પ્રેમની અદ્ભુત અભિવ્યક્તિ!! કોઈ પણ કચકચ વગર પ્રેમ કરો! બસ! પ્રેમ કરો!

૨૭. છેલ્લી મુલાકાત

‘કુછ તો લોગ કહેંગે..’ લોકોને કોઈના પણ વ્યક્તિગત જીવન પર ટીકાટિપ્પણી કરવાની એક સામાન્ય ટેવ હોય છે, જે તેના સામાજિક જીવનને હલબલાવી નાંખે છે. સામાજિક જીવનના માપદંડો કેટલીક વખત વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ બની જતાં હોય છે.

૨૬. પ્રેમ અને પુરાવા

બાળકોને પ્રેમ કરવા માટે તેઓને જન્મ આપવો જરૂરી જ છે?
જન્મદાતા પોતાના સંતાનોને કાયમ પ્રેમ કરે છે ખરા?
અદાલત પ્રેમના કયા પુરાવાઓ માન્ય રાખે?
જન્મ ન આપ્યો હોય તેવી વાત્સલ્યસભર વ્યક્તિ બેજવાબદાર માતા-પિતાના સંતાનનો કબજો માંગી શકે?
વિવાદાસ્પદ અને પેચિદા સંજોગો ક્યારેક અનેક સવાલો ઊભા કરે છે.

૧૧. જીવન અને જગત પર એક ક્ષણનો પ્રભાવ

મનુષ્યને ભલે પામર જીવ કહ્યો હોય, પરંતુ એનામાં જીવનને યથાર્થતા બક્ષવાની અને પરમ ચૈતન્યનો સાક્ષાત્કાર કરવાની અદભુત અને પરમ શક્તિનો ધોધ વહે છે. દરેક ક્ષણને સાર્થક કરવા માટે પ્રેમમય હ્રદય, નિષ્કપટ વિચાર અને સાર્થકતાની તરસ હોય તો મૃત્યુના અફસોસની એ ક્ષણને અવશ્ય ટાળી શકાય છે.

૧૦. અનુસંધાનની ક્ષણ પકડે એ મહાજીવન પામે

જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પણ એક પ્રકારની નિંદ્રા જ છે. ફેર એટલો કે એ સૂક્ષ્મ નિદ્રા અને અલ્પનિદ્રાને બદલે મહાનિદ્રા બની જાય છે. ફરી નહીં જાગવા માટે આવતી ઊંઘ એટલે જ મહાનિદ્રા યાને મૃત્યુ.