Design a site like this with WordPress.com
Get started

૧૨. મારાં લગ્નની કંકોત્રીનો ડ્રાફ્ટ!

આ ક્ષણે લગભગ ૪૩ વર્ષ પહેલાંની વાત એ જ સ્વરૂપમાં અનુભવી રહી છું. કોઈ પણ વ્યક્તિ એની જિંદગીમાં ગમે તેટલા શિખરો સર કરે કે વ્યાવસાયિક ક્ષેત્રમાં ગમે તેટલી નામના પ્રાપ્ત કરે પણ હ્રદયના ખૂણામાં તો ‘પપ્પા’ એ ‘પપ્પા’ જ હોય છે. એમનું વ્હાલ ઉભરે ત્યારે તો સમગ્ર આકાશ પ્રેમ બનીને વરસતું હોય છે.

સ્વની સમજ – આમુખ

આધ્યાત્મિક સત્યની વિશેષતા જ એ છે કે, સત્યની પ્રાપ્તિ માટે વ્યક્તિએ સ્વયં યાત્રા કરવી પડે છે. ભગવાન બુધ્ધ, ભગવાન મહાવીર કે ઋષિ પતંજલિએ પ્રબોધેલાં સત્યોથી માર્ગનો પરિચય અવશ્ય થાય છે, પણ એથી સત્યનો બોધ કે આત્મ સાક્ષાત્કાર નથી થઇ જતો. એ માટે તો પ્રત્યેક વ્યક્તિએ પોતે જ એ માર્ગ પર ચાલવું પડે છે. જાતે જ અનુભવ લેવો પડે છે, અને જાતે જ તેના નિરાકરણ પર આવવું પડે છે.

કેવળ અભિવ્યક્તિ, બીજું કંઈ નહિ …

અહીં જે કંઈ લખાયું છે એને શું કહેવાય એની મને ખબર નથી. કોઈકે કહ્યું કે એ લલિત નિબંધો છે, માની લઈએ, મારે તો એટલું કહેવું છે કે મને વખતોવખત જે કંઈ કહેવાની ઇચ્છા થઈ એ જ બધું આમાં છે. આ મારી અભિવ્યકિત છે એટલું કહેતાં મને સંકોચ નથી થતો. એ કેટલી સુરેખ છે અને કેટલી વાંકીચૂકી છે એ મારે નક્કી કરવાનું નથી.

આમુખ – મન, વર્તન અને સ્વભાવને સમજવાની મથામણ

પાઠ્યપુસ્તકોમાં આવતી અતિશય શાસ્ત્રીયતા અને પારિભાષિક શબ્દોની ભરમાર મનોવિજ્ઞાન જેવા રસપ્રદ વિષયને પણ કયારેક કંટાળાજનક બનાવી દેતી હોય છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે લોકભોગ્ય અને વ્યવહારુ ઉદાહરણો સમેત સરળ છણાવટ થવી જોઈએ. પરમ મિત્ર અને મનોવિજ્ઞાનના પ્રખર અભ્યાસી પરેશ પંડ્યા વખતોવખત પાઠ્યપુસ્તકોના મનોવિજ્ઞાન પ્રત્યે બળાપો કાઢે છે. ‘સાઈકોગ્રાફ’ના નિબંધો પરત્વે એમણે સંતોષ વ્યકત કર્યો એને હું મારા પ્રવાસની સાર્થકતા ગણું છું.

૩. બાળકોને સજા કરવી જોઈએ કે નહીં?

આજના બાળકો કહ્યામાં નથી, તેઓ પર સજાની પણ અસર થતી નથી. તેઓમાં સુટેવોનું ઘડતર કરવા માટે શું કરવું?

૯ એક દિ’

એક સાચી બનેલી હકીકત પરથી રચાયેલું પ્રસંગ કાવ્ય!
મા જ માનું દુઃખ સમજી શકે.

૮ પરત કવિતા

જ્યારે કોઇ કૃતિ પ્રકાશન માટે મોકલ્યા પછી અસ્વીકૃતિ પામે ત્યારે લેખકનું આત્મસન્માન ઘવાય છે. પછી મનમાં ને મનમાં જે ભાવ આંદોલનો રચાય તેનું તાદ્રશ ચિત્ર!

૭ અહા! શું ફારસ!

પૂજ્ય ગાંધીજી માત્ર એક મહામાનવ નહીં પણ એક વિચાર ચેતના છે. આજે ગાંધીજીની વાહ વાહ કરવામાં રચાતું રાજકારણ એક આત્મવંચના સિવાય કશું નથી. તેઓના નામનો ઉપયોગ કરવાની પણ એક ફેશન થઈ ગઈ છે, તે સાચું અનુસરણ નથી.

૬ હે માનવી!

અભિવ્યક્તિની અસલી ભાષા મૌન છે. પણ આપણે તો બોલાતી ભાષામાં ય સૌથી વધુ ગેરસમજ કરનારા છીએ. કદાચ ખાલી વાસણ વધુ ખખડે અને ખાલી ચણો વાગે વધુ, અધૂરો ઘડો છલકાય વધુ તેમ એક ઘોંઘાટભર્યા સંસારને ખેંચ્યા કરીએ છીએ.

૫. આમ શાને?

‘અન્ન એવો ઓડકાર’ આ કહેવતને દીપકની દિવેટ સાથે સરખાવી મંદાક્રાન્તા છંદમાં લિખિત કાવ્ય મર્મસભર ચોટ કરે છે. આપણે માત્ર ભોજનમાં જ નહીં વિચારો અને લાગણીઓમાં પણ જે આરોગીએ છીએ તે જ બહાર કાઢીએ છીએ.