સ્વ સંકલ્પના સ્વ વિશેનું એવું બૌદ્ધિક પાસું છે, જે વ્યક્તિની પોતાના વિશેની સમજને સ્પષ્ટ કરે છે. જ્યારે કોઈ એમ કહે છે કે તે પ્રકૃતિપ્રેમી છે, તે સંવેદનશીલ છે ત્યારે તે પોતાના વિશેનો ખ્યાલ રજૂ કરે છે. અહીં તે પોતે શું છે અને તે બીજાથી કઈ રીતે અલગ છે તે જણાવે છે.
Tag: Dr. Smita Trivedi
૪. ‘યોગ’ એટલે વૈજ્ઞાનિક અને પ્રબુદ્ધ જીવન શૈલી
યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પધ્ધતિ. અને એટલે જ યોગને ‘અધ્યાત્મનું વિજ્ઞાન’ પણ કહેવામાં આવે છે. જે કોઇ પણ આ રીતે જીવે છે તે યોગી છે. તે માટે સંન્યાસી બનવાની જરૂર નથી. પ્રત્યેક સંસારી વ્યક્તિ જો આ રીતે જીવે તો તે યોગી છે.
૬૨. ગરજ
માણસ સામાજિક પ્રાણી છે તે સાચું, પણ સંબંધોમાં પ્રવર્તતી ગરજ તો વ્યક્તિત્વના મહિમાને જ હણી નાંખે છે.
૬૧. ચકરાવો
સામાજિક સંબંધોની પરિભાષા જ બદલાઇ ગઈ છે. સ્નેહસભર પાર્દર્શકતા તો જાણે ખોવાઈ ગઈ છે. ચહેરા પરનું હાસ્ય છેતરામણીનું છટકું છે.
૬૦. સજ્જન માણસ!
જીવાતા જીવનની પરિભાષા જ બદલી નાંખી છે આપણે! લોકો શું માને છે તે મુજબ જીવવાનું.. પોતાની જાત એ વળી કઈ બલા છે?
૫૯. મારામાં કોઈ ગતાગમ નથી
સમયની પરસાળ પર જાતને અનુભવાતા પર્યાયો મનને હચમચાવી જાય છે. જે હું છું તે સત્ય કે બીજા અનુભવે તે સત્ય?
૫૮. શેમાં છે શાન?
જિંદગી તો સરળ છે, પણ જે સરળતાથી મળી જાય છે તે મૂલ્યવાન છે?
૫૭. જરી ય જંપ નથી.
ભૌતિક જીવનની આંધળી દોડમાં શ્વાસ લીધા વગર ભટક્યા કરવાનો આ રોગ ક્યાં જઈને અટકશે? કેમ કોઈને ય જરીક પણ જંપ નથી?
૩. મહિલા સંબંધિત સમસ્યાઓ
વિવિધ ક્ષેત્રમાં પ્રવર્તતી મહિલા સંબંધિત સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેનાથી પ્રવર્તમાન સમાજની રુગ્ણતાનો ખ્યાલ તો આવે જ છે. જે પણ વિકાસ દેખાઇ રહ્યો છે, તેમાં પાયાના માનવીય મૂલ્યો હ્રાસ સ્પષ્ટ દેખાય છે. એટલે જ્યાં સુધી સ્ત્રી એક માનવ તરીકેનું સન્માન ન પામે ત્યાં સુધી આ વિકાસ કાગળ પરના આંકડા જ સાબિત થાય. બીજું, કે આટઅટલા ક્ષેત્રોમાં થતાં અન્યાય અને શોષણ જોયા પછી એવું જ લાગે કે આ વિશ્વમાં ભાગ્યે જ કોઇ એક સ્ત્રી અપવાદ પણ હશે કે જે કોઇને કોઇ ક્ષેત્રમાંથી શોષિત થવામાં બચી હોય. પરિવર્તન તો લાવવું જ પડશે.
૨. જાતિ વિષયક ઓળખ
કોઇપણ જૂથમાં વ્યક્તિ નિશ્ચિત સ્થાન કે હોદ્દો ધારણ કરે છે, અને તે અનુસાર જે તે વ્યક્તિ પાસે જૂથના અન્ય સભ્યો અમુક ચોક્કસ વર્તન શૈલીની અપેક્ષા રાખતા હોય છે. આ અપેક્ષાઓ અનુસાર વ્યક્તિ વર્તન કરે તેને તેની ભૂમિકા કહેવાય છે. ભૂમિકા એ દરજ્જાનું વર્તનાત્મક પાસું છે. વ્યક્તિ જેટલા જૂથોનું સભ્યપદ ધરાવતી હોય તેટલી ભૂમિકાઓ તે ભજવતી હોય છે. દા.ત. કુટુંબમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઇ, બહેન વગેરે માટેના આપણા મનમાં ચોક્કસ ખ્યાલો છે, અને તે અનુસાર તે વ્યક્તિઓ પાસે કુટુંબના સભ્યો તેમની ભૂમિકા પ્રમાણેના વર્તનની અપેક્ષાઓ રાખે છે.