સોનલ દીક્ષા લેવા માટે જૈન સાધુ – સાધ્વી પાસે મમ્મી-પપ્પાને લઈને જાય છે, પણ તેઓને એવા સવાલ પૂછી નાંખે છે કે, સાધુ મહારાજ ગુસ્સે થઈ જાય છે. મમ્મી-પપ્પા પણ સોનલ પર ભયંકર ગુસ્સે થઈ જાય છે, અને જાણે એની સાથેનો સંબંધ પૂરો થઈ ગયો હોય તેવું અનુભવે છે.
Tag: kapadvanj
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૬ સ્ત્રી સશક્તીકરણ પણ દિશા કઈ?
સોનલ આત્મકથામાં સ્ત્રી અને પુરૂષ અંગેના પોતાના વિચારો જણાવે છે. સ્ત્રી સશક્તીકરણ અંગે જે કંઈ કાર્યક્રમો ચાલે છે તે સાચી દિશામાં થતાં નથી, તેવું સ્પષ્ટ માને છે. પોતે સ્વતંત્ર રહી શકે તે માટે લગ્ન નહીં કરવાનો વિચાર કરે છે.
લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ – ४ પુરૂષની ભ્રમરવૃત્તિ
સોનલના અનુભવો એને એ વિચારવા પ્રેરે છે કે, પૈસો અને સમૃધ્ધિ માણસના સૌથી મોટા દુશ્મન છે. પૈસો હોય છે ત્યાં લાગણી ગાયબ થઈ જાય છે. પૈસાદારને પ્રતિષ્ઠાની કે લાગણીની કોઈ કિંમત નથી હોતી અને એ દરેક ચીજને ખેલ સમજે છે. પૈસો માણસના અહંકારને એટલો બધો ભરી દે છે કે એને માણસની પણ કિંમત રહેતી નથી.
લીલો ઉજાસ ભાગ – ૨ – પ્રકરણ – ૩ સેક્સ સાથેનું ‘એન્કાઉન્ટર’
આત્મકથાના ત્રીજા પ્રકરણમાં સોનલ પોતાના સેક્સ અંગેના અનુભવો અને તેનાથી તેનામાં આવેલા પરિવર્તનોને બહુ સ્પષ્ટ અને નિખાલસ રીતે વર્ણવે છે. સોનલની આવી નિખાલસ હિંમત ખરેખર પ્રસંશાને પાત્ર છે.
લીલો ઉજાસ – ભાગ ૨- પ્રકરણ -૨ અમારી છોકરી કાબૂમાં નથી –
સોનલ આત્મકથાના બીજા પ્રકરણમાં જણાવે છે કે, મમ્મી-પપ્પા, ભાઈ અને ઘર સાથેની મારી માયા સતત ઓછી થવા લાગી હતી, હું ઘરે આવતી અને બધા સાથે વાત કરતી છતાં મને એવું જ લાગતું કે જાણે હું કોઈ ધર્મશાળામાં આવું છું અને બીજા મુલાકાતીઓ સાથે વાતો કરું છું. મમ્મી – પપ્પાને તો લાગ્યું જ કે આ છોકરી હવે અમારા કાબૂમાં રહી નથી.
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૮ – બૌદ્ધ દીક્ષા અને કાગળની હોડી –
લીલો ઉજાસનો પૂર્વાર્ધ અહીં સમાપ્ત થાય છે. રીતેશ અને તેના પરિવારના ગુનાઓની જાણ થતાં લગ્નનું કેન્સલ કરવામાં આવે છે. નયનના પ્રેમનો એકરાર કરવા મનીષા તૈયાર થશે? એ વાતનું રહસ્ય રહે છે. સોનલ બૌદ્ધ ધર્મની દીક્ષા લેવા પટણા જાય છે.
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૭ – લગ્નના નામ પર ચોકડી
૨૭મા પ્રકરણમાં મનીષા અને રીતેશના લગ્ન કરવાનું નક્કી થાય છે, પણ રીતેશની અયોગ્ય માંગણીથી મનીષા છેડાઈ પડે છે અને આજીવન લગ્ન જ ન કરવા એવું મનોમન નક્કી કરી લે છે. આ બાજુ નયન સોનલ પાસે એ કબૂલે છે કે તે મનીષાને અનહદ ચાહે છે.
લીલો ઉજાસ – પ્રકરણ -૨૬ – સામાન્ય જિંદગીની શરૂઆત
‘લીલો ઉજાસ’ના ૨૬મા પ્રકરણમાં ઉદયે આત્મ હત્યા કેમ કરી તેના મનોવૈજ્ઞાનિક કારણો સોનલ રજૂ કરે છે. મનીષા પોતાના જીવનમાં સ્વાભાવિક રીતે ગોઠવાતી જાય છે. એક કોચિંગ ક્લાસમાં નોકરીએ પણ જોડાય છે. નયન મનીષા લગ્ન કરવા ઇચ્છે છે કે નહીં તે જાણવા ઉત્સુક છે. મનહરભાઈ મનીષાના પુનર્લગ્ન માટે એવા છોકરાઓની વાત લઈ આવે છે કે, મનીષાનું લગ્ન પરથી મન જ ઊઠી જાય છે.
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૫ – તાંત્રિક રતુકાકાની વિધિઓ
૨૫મા પ્રકરણમાં ઉદય અને મનીષા વચ્ચે આવેશમાં બોલચાલના કિસ્સાઓ વધવા લાગ્યા. એવામાં તાંત્રિક રતુકાકાની વિધિ કરાવવા ઉત્સુક ઉદયની લાગણીઓ પર મનીષાએ તર્કનું ઠંડું પાણી રેડી દીધું. હતાશ ઉદયે છેવટે આત્મ હત્યાનું શરણું લીધું.
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૪ – નનામા ફૉનથી પરેશાન મનીષા
૨૪મા પ્રકરણમાં મનીષાને લાગી રહ્યું હતું કે, સોનલ એને માટે અવલંબન બની રહી છે. નયન સાથેની મુલાકાતમાં એ પ્રેમમાં છે, તેની જાણ થઈ, પણ એ મનીષા જ છે એવું ન કહ્યું. મનીષા પર રોજ કોઈ નનામા ફૉન આવતા હતાં, તેનાથી તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી. સોનલ ચીનની યાત્રાએ જઈને પરત આવી.