Design a site like this with WordPress.com
Get started

૧૨. મારાં લગ્નની કંકોત્રીનો ડ્રાફ્ટ!

આ ક્ષણે લગભગ ૪૩ વર્ષ પહેલાંની વાત એ જ સ્વરૂપમાં અનુભવી રહી છું. કોઈ પણ વ્યક્તિ એની જિંદગીમાં ગમે તેટલા શિખરો સર કરે કે વ્યાવસાયિક ક્ષેત્રમાં ગમે તેટલી નામના પ્રાપ્ત કરે પણ હ્રદયના ખૂણામાં તો ‘પપ્પા’ એ ‘પપ્પા’ જ હોય છે. એમનું વ્હાલ ઉભરે ત્યારે તો સમગ્ર આકાશ પ્રેમ બનીને વરસતું હોય છે.

આમુખ – અનુભૂતિની યાત્રા

અધ્યાત્મનો મર્મ એમાં ડૂબકી લગાવ્યા વિના પામી શકાતો નથી. દરિયાના કિનારા પર સદીઓ સુધી બેસી રહ્યા પછી પણ દરિયાના ઘુઘવાટનો કે એનાં ઊંડાણનો સચોટ પરિચય મળતો નથી. દરિયામાં ઊતરે અને એના તળ તરફ ગતિ કરે એને જ દરિયો ઓળખાય છે. એટલે જ ધર્મને કે અધ્યાત્મને અનુભૂતિ સાથે સીધો સંબંધ છે. અનુભૂતિમાં જે જ્ઞાન છે એ પુસ્તકો, શાસ્ત્રો કે પ્રવચનોમાં નથી. એ તો બધી દીવાદાંડીઓ છે અને દીવાદાંડીઓ દરિયો નથી.

૪. સફેદ રૂમાલ!

પ્રેમમાં અનોખી તાકાત છે. તે ભલભલી મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરી શકે છે. વળી નિસ્વાર્થ પ્રેમને તો કોઈ સીમા જ નથી. તેને માટે કોઈ જ અજનબી નથી. આવો પ્રેમ મૃતપ્રાય લોકોમાં પણ પ્રાણ ફૂંકી શકે છે.

૨૦. ફ્રેમપૂજારી

માણસની મૂળભૂત જરૂરિયાતો તો બહુ જૂજ છે. પણ દેખાદેખીને કારણે રોટલી કરતાં પ્લેટ કે ડીશ મહત્વના થઈ ગયા છે, કપડાં કરતાં એની બ્રાન્ડ મહત્વની થઈ ગઈ છે. ઘર કરતાં ડેકોરેશન મહત્વના એમ જીવનના મૂળભૂત તત્ત્વો કરતાં બાહ્ય દેખાવને જ આપણે મહત્વ આપતાં થઈ ગયા છીએ. કદાચ કૉરોનામાં આ વાતને માનવજાતે વધુ સાચી રીતે અનુભવી છે.

૧૯. કે’વું પડે..

પ્રોફેસર ભૂલકણાં હોવાના અનેક કિસ્સા અને જૉક્સ પ્રચલિત છે. પણ જે પોતાને જ ભૂલી જાય તેને શું કહેવું?

૧૮. પ્રાણવાયુ

પ્રેમમાં મસ્તી, રિસામણાં, મનામણાં ખૂબ સ્વાભાવિક ઘટના છે, પણ જ્યારે અપેક્ષાથી અલગ વર્તન થાય અને મનદુઃખની ઘટના બને ત્યારે તે અસહ્ય બની જાય છે. એમ જ થાય કે હવે સંબંધની આ અંતિમ સીમા આવી પહોંચી છે, હવે અહીં જ સંબંધ પૂરો થઈ જાય છે. પણ જે રોમેરોમ વસ્યું હોય તેનાથી મુક્ત પણ નથી જ થવાતું. અને સમય જતાં એ જ મસ્તીના ગીતો ગાવા લાગે છે.

૧૭ …….આવ્યો છું!

પ્રિયતમાની એકે એક વાત પ્રિયજન માટે સર્વાધિક વ્હાલી અને ગમતીલી જ હોય છે. તે સતત પ્રિયતમાનો સહવાસ ઝંખતો હોય છે. પણ પ્રિયતમા તેના શરમાળ વ્યવહારથી પ્રેમી સાથે છેડતી કરે છે ત્યારે પ્રેમી તેને મનાવવાની કોશિશ કરે છે.

૧૬. વારસો

ઉત્ક્રાંતિની ટોચ પર બેઠેલા માનવીને જોઈને ક્યારેક એમ થાય કે, ઈશ્વરે શું કમાલ કરી છે. પણ જ્યાં તેના મૂળભૂત સ્વભાવનો અનુભવ થાય ત્યારે કૂતરાં વધુ ગમવા માંડે એવું લાગે. કોઇકે કહ્યું છે કે, ‘The more I know men, I love dogs.’ પ્રકૃતિમાંથી જ વિસ્તીર્ણ થયા પછી એણે માત્ર જ્વાળાનો જ વારસો જાળવી રાખ્યો છે.

૧૫. ક્યારે?

અસ્તિત્વએ આ જીવન ઈશ્વરની સાથે જોડવા આપી છે, શિવ સાથેના મિલન માટે આપી છે, પણ ભૌતિક સુખની દોડમાં માણસ ખુદ પોતાને જ ભૂલી જાય છે. આ દોડ એવી વળગી છે કે મૃત્યુ સુધી છૂટતી પણ નથી. કોઈ આશા જાગતી નથી.

૧૪. ઈશારો

પ્રેમ તમામ સંવેદનાઓમાં સૌથી મુલાયમ છતાં એકદમ ગહેરી લાગણી છે. એ તો જે પ્રેમમાં પડે તેને જ ખબર પડે. સ્વનું વિસર્જન અને બીજામાં જ પોતાની જાતનું આરોપણ.. એની આંખે જ દુનિયાનો અનુભવ!! મજાની બીજી વાત તો એ જ આ જ પ્રણયને છુપાવવાની લાગણી પણ એટલી જ તેજ હોય છે.