Design a site like this with WordPress.com
Get started

૪. સફેદ રૂમાલ!

પ્રેમમાં અનોખી તાકાત છે. તે ભલભલી મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરી શકે છે. વળી નિસ્વાર્થ પ્રેમને તો કોઈ સીમા જ નથી. તેને માટે કોઈ જ અજનબી નથી. આવો પ્રેમ મૃતપ્રાય લોકોમાં પણ પ્રાણ ફૂંકી શકે છે.

૪૩. ભીતર – બહારનું ઘમસાણ

સમાજે જીવનને વિકાસક્રમના તબક્કાઓમાં વહેંચી દીધું છે. જે તે ઉંમરે વ્યક્તિએ ભણી લેવું જોઈએ, નોકરી કે વ્યવસાયમાં સ્થિર થઈ અમુક ઉંમરે લગ્ન અને બાળકો સાથેના પરિવારનું આયોજન કરવું જોઈએ. જો આમ ન બને તો સમાજના લોકો જ પ્રશ્નો પૂછીને થકવી નાંખે, અને વ્યક્તિને મનથી જ એમ લાગે કે તેણે જીવનમાં કંઇ જ હાંસલ કર્યું નથી. આવી વ્યક્તિ બહારથી સખત બની જાય છે અને અંદરથી તૂટી જાય છે.

૪૨. સાધન શુદ્ધિ

રાજકારણ એટલે સિદ્ધાંતોની ઐસી તૈસી જ કહેવાય! જ્યાં કદાચ સિદ્ધાંતો સમય અને સંજોગો પ્રમાણે સતત બદલાતાં રહે છે, તેનું જ નામ રાજકારણ! આવા રાજકારણમાં સિદ્ધાંતવાદી માસ્તરકાકા ચૂંટણી કેવી રીતે જીત્યા? અને એમણે જીત્યા પછી રાજીનામું કેમ આપી દીધું? રાજકારણમાં નિયમને અને સાધન શુદ્ધિને શું કોઈ સ્થાન જ નથી?

૪૧. બેશરમ બેવફાઈ

છૂટાછેડાના કિસ્સામાં કાયમ પુરૂષનો જ દોષ હોય છે, તેવું નથી હોતું. સ્ત્રીનું રહસ્યમય ચરિત્ર કેવા રંગ ખેલે છે, તે કોઈ પુરૂષે સહન કર્યું હોય તેને જ સમજાય! સ્ત્રી જ્યારે મર્યાદાઓની સીમાઓ ઓળંગી જાય છે ત્યારે તે બેશરમ બની જાય છે. અને ત્યારે પુરૂષ માટે કોઈ જ સધિયારો હોતો નથી. કૉર્ટ માત્ર ને માત્ર પુરાવાઓ માંગે છે, ભીતરની સચ્ચાઈ નહીં.

૪૦. પાપ કે પુણ્ય?

કોઇ બાબત પાપ છે કે પુણ્ય તે નક્કી કરવું કઠીન છે. એ સાપેક્ષ બાબત છે. અંતઃકરણમાં ઊઠતો આ સવાલ સતત પીછો કર્યા કરતો હોય છે. સમય જતાં ઘણી વખત એ સવાલ વધુ ઘેરો બનતો જાય છે.

૩૯. શંકાનું ભૂત

એક સરખી અટક અને ટૂંકા નામ (આર. જે. મહેતા)થી બોલાવવાની વ્યાવસાયિક ઓળખાણો વાતચીતમાં કેવી ગૂંચવણો પેદા કરી દે છે. વાત નાની અને શંકાનું ભૂત કોઇ ચેન ન લેવા દે. એમાંય કોઇ મદદ માટે મળવા આવવાનું હોય એટલે જાતજાતની શંકાઓ ઘેરી વળે. નાનો અમથો ગોટાળો પણ શૂળની જેમ ખૂંચ્યા કરે.

૩૮. કિશોરીની વ્યથા

જિંદગીથી નાસી છૂટવામાં તો કાયરતા છે! હું કહું છું કે જો તું મને સાચેસાચ પ્રેમ કરતી હોય તો ગમે તેમ કરીને ચાર વર્ષ ખેંચી કાઢ. એ પછી ગમે તે હાલતમાં હું તને લઈ જઈશ! મારાં મા-બાપનો હું એકનો એક દીકરો છું. જેમ મારા પર તારો અધિકાર છે એમ મારાં મા-બાપનો પણ છે ને!” પ્રેમ અને સમાજ વચ્ચેની ખાઈ ભાગ્યેજ દૂર થતી હોય છે.

૩૭. આંધળી નિંદા

“કેમ? એમાં શું થઈ ગયું? કોઈ પ્રલય થઈ ગયો? આપણું માનસ જ દૂષિત છે. કોઈના પણ વિષે કશું જાણ્યા વિના આપણે એની નિંદા કરવા બેસી જઈએ છીએ…” પાનના ગલ્લે થતી નિંદા

૩૬. કોણ સમજદાર?

મમ્મી આટલા વખત પછી પણ એના જુનવાણી સ્વભાવમાંથી બહાર આવી નથી. એણે તો વહુને વહુ તરીકે પણ સ્વીકારી નથી. સાસુપણું બજાવવાનો એનો મોહ છૂટતો નથી. અને પપ્પા તો એમ કહીને મહેણાં જ મારે ‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’

૩૫. આકાશની હત્યા….

બસ, હવે તો એક જ ઈચ્છા થતી હતી; હત્યા કરવી છે આ આકાશની! મારો અતીત શું ખરેખર પ્રછન્ન છે? શું ખરેખર મારે અતીત જેવું કાંઈ છે ખરું? હા, છે તો ખરું, આ થોડી ક્ષણો પૂર્વે સંભળાતી બૂમો અતીતનું જ સંસ્કરણ છે ને! મનોજગતની અંદરની લડાઈને આપેલી વાચા.