૬૭. દાનતનો દરિયો

હસ્તનાં હલેસાં ને દાનતનો દરિયો,

વૈશાખ ટાણે શ્રાવણ તરવરિયો!

મૂઆ પછી શું કરવો જગતિયો,

પાછું વળે ના દરમાં ઉંદરિયો!

માંગ્યું મળે ના દીધું રળશે,

સમજો તો સારું કે કરિયો ભરિયો!

પાણી નથી ત્યાં લાલચનો દરિયો,

ગિયો તે આવ્યો, કૂવો ભમ્મરિયો!

હ્રદિયા મહીં રામ વાસો કરે તો,

જમડાની કાંધ પર વૈતરણી તરિયો!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started