૭૦. જગથી અમે ડરતા નથી!

મીંચું પલક વરસાદમાં

દેખું ઝલક વરસાદમાં

કોરો રહું પલળું છતાં

ઝરમર થતાં વરસાદમાં

——

એ નિશા બનીને સરી જશે,

એ નજર કરી દિલ ભરી જશે,

એ લળી લળીને કહ્યા પછી,

એ કહી કહીને ફરી જશે.

——

સાગર મહીં સરતા નથી,

તનહા રહી મરતા નથી!

રુસવા કરે ઉલ્ફત ભલે,

જગથી અમે ડરતા નથી!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started