આભને પાંખો કદી વાગી જશે
રાતનું પક્ષી પછી ભાગી જશે.
કાગડો રજકણ બની ભમતો હશે
પણ રવિ કાળાશને તાગી જશે.
છાપરે બેઠી હશે ઘાયલ પળો
ઘા બધા એકાંતના માંગી જશે.
રાતના છલકી જતાં એકાંતને
શ્વાસ કેરી લૂ ફરી લાગી જશે.
એ ગલી છે સાંકડી જોજો જરા
પાંદડાં સૂતાં હશે જાગી જશે.
“પાંદડાં સૂતાં હશે જાગી જશે” – કેટલી સૂક્ષ્મ સંવેદનશીલતા! તમારી રચનાઓ વાંચતી વખતે જાણે તમારૂં પઠન સાંભળી રહી હોઉં એવું અનુભવાય છે. વર્ષો પહેલાં થીજી ગયેલી પળો સજીવન થઇ સળવળી ઉઠે છે.
પ્રિય સ્મિતાબહેન, આ બઘી જ રચનાઓ વહેંચવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
LikeLike
તમારા વિચારો ને સમજવાનો અને અનુભવવાનો લાભ મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે.અને ફરીથી જ્યારે આ તમારી રચનાઓ વાંચતા તમે સમક્ષ હોવાની અનુભૂતિ થાય છે. Thanku Ma’m.
LikeLike
પ્રિય જયશ્રી, આવા સંવાદ થકી ફરીથી જોડાઇએ છીએ તેનું જ નામ અનુસંધાન. તમે જ ભાગ્યશાળી છો તેવું નથી, હું પણ કદાચ વધારે!!!
આ રીતે મળતાં રહીશું. અન્ય કૃતિઓ અવકાશે વાંચીને આમ જ મળતી રહેજે.
LikeLike
ખૂબ સુંદર,એમ થાય કે તમે પ્રત્યક્ષ છો અને આપની સમક્ષ મૂકી બની આ સંવેદનશીલ જગતમાં બસ તલ્લીન થઈને તેમાં ડૂબકી લગાવી રહ્યા
LikeLike
સ્નેહી ડૉ. સોનલબેન,
અસ્તિત્વ મળવાના કેવા સુંદર રસ્તાઓ મોકલી આપે છે!!
સંવેદનઓને તો વહેવું જ છે. પછી તે વાણી થકી હોય કે લિપિ થકી હોય!!!
તમે લાગણીથી તરબતર છો એટલે આ જગતમાં ડૂબકી લગાવી શક્યા. કવિતાને આવો શ્રોતા મળે તો કવિતા ધન્ય થઇ જાય!
આ રીતે પણ મળતાં રહીશું. તમારા પ્રતિભાવોની રાહ જોવાનું મન પણ થશે જ.
LikeLike
ખૂબ સરસ…મેડમ… આવી પોસ્ટ મૂકજો નવાં વિષય સાથે
LikeLike
પ્રિય હેતલ,
કાવ્ય પર સરસ પ્રતિભાવ આપીને મન ખુશ કરી દીધું. આ વેબને સતત વાંચતા રહેજો અને લોકોને જણાવતા રહેજો. તેને ફૉલો પણ કરજો.
LikeLike