૧. અધૂરાં નયન

મૃત્યુનો અહેસાસ જ્યારે આંખોમાં તરવરતો થાય પછી જિંદગીના મર્મો બદલાઈ જાય છે. સંબંધોના વિશ્વને જાણે ગ્રહણ લાગી જાય છે, બધું જ છૂટતું દેખાતું હોય અને તેને પકડી પણ રાખવું હોય. પોતાના મૃત્યુ પછી લોકો શું કહેશે એની પણ એક ઇંતેજારી રહ્યા કરતી હોય છે.

૨. જન્મ – મૃત્યુ.

જન્મ વિસ્તરતું મૃત્યુ જ છે, એ અહેસાસ થતાં કેટકેટલા જન્મો ચૂકી જવાય છે?

૫ શાંતિની સોડ

જીવનની આંધળી દોટમાં ખુદને જ મળવાની ફુરસદ નથી. જિંદગીને શાંતિ અને સુખથી જીવવામાં શાંતિને જ ખોઇએ છીએ તે જિંદગી આખી જીવ્યા છતાં સમજાતું નથી.

૬ પ્રવેશતી જાઉં છું

પ્રત્યેક ક્ષણે મૃત્યુ તરફનું આપણું પ્રયાણ જો દુન્યવી જગત સાથેનું તાદાત્મ્ય તોડાવી શકે તો!! સાક્ષીભાવનો જન્મ અને કણમાં વિરાટના દર્શન

૧. ‘હું છું’ અને ‘હું નથી’

પોતાના હોવાનું વજૂદ ખાલીખમ લાગે અને શૂન્યતા અનુભવાય ત્યારની મનોવ્યથા

૭. સમયની મોસમ

જન્મ પછીની પ્રત્યેક ક્ષણ આમ તો મૃત્યુ સુધીની સફર જ છે, પણ જીવવાની દોડ જીવવા પણ દેતી નથી અને મૃત્યુનો ભય પીછો છોડતો નથી.

૮ કેટલું-તેટલું

જીવન વર્તમાન ક્ષણમાં જ છે, પણ મન તો ભૂતકાળ અને ભવિષ્યમાં અટવાય છે, તેને કેટલું લીધું અને એટલું આપ્યું એમાં જ રસ છે, અને જીવન તો વહ્યે જાય છે.

Design a site like this with WordPress.com
Get started