૧૫. ક્યારે?

અસ્તિત્વએ આ જીવન ઈશ્વરની સાથે જોડવા આપી છે, શિવ સાથેના મિલન માટે આપી છે, પણ ભૌતિક સુખની દોડમાં માણસ ખુદ પોતાને જ ભૂલી જાય છે. આ દોડ એવી વળગી છે કે મૃત્યુ સુધી છૂટતી પણ નથી. કોઈ આશા જાગતી નથી.

૧૪. ઈશારો

પ્રેમ તમામ સંવેદનાઓમાં સૌથી મુલાયમ છતાં એકદમ ગહેરી લાગણી છે. એ તો જે પ્રેમમાં પડે તેને જ ખબર પડે. સ્વનું વિસર્જન અને બીજામાં જ પોતાની જાતનું આરોપણ.. એની આંખે જ દુનિયાનો અનુભવ!! મજાની બીજી વાત તો એ જ આ જ પ્રણયને છુપાવવાની લાગણી પણ એટલી જ તેજ હોય છે.

૧૩. સજા

હા, મારે રડવું છે પણ મારી બંને આંખો બની ગઈ છે સહરા અને ગોબી જ્યાં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ઈશાન અને અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ક્યાં ય ભૂલથી ય ભીનાશ રહી નથી. છતાં ય મારે રડવું છે. કપાળ પરનો ખારો પરસેવો મારી આંખોમાં થઈને વહે તો ય રડી લીધાનો સંતોષ પણ સહરા અને… Continue reading ૧૩. સજા

૧૧. સુપરવિઝને!

ઘણી વખત વિચારવા માટે વધુ સક્રિય બનીએ ત્યારે વિચારો જ ખોવાઈ જાય તેવું બને અને જે અનાયાસ સ્ફૂરે તે જ વધુ સત્વશીલ હોય તેમ પણ બને!

૧૦. કદાચ!

જે સત્વશીલતાથી સભર હોય તેને કદાચ પોતાના અસ્તિત્વની જાણ જ કરવી પડતી નથી. ખાલી ચણો વાગે ઘણો અને અધૂરો ઘડો છલકાય તેમ વાદ વિવાદ અને નિરર્થક ચર્ચાઓનો ખખડાટ જ ચારે બાજુઓને અશાંત કરે છે.

૭૦. જગથી અમે ડરતા નથી!

ટૂંકી ટૂંકી આ ત્રણ પંક્તિઓમાં કવિનો આગવો મિજાજ છતો થાય છે. ઝરમર વરસાદનો રોમાંચ અતિપ્રિય છે અને પ્રેમથી બદનામ થવાનો ડર નથી.

૬૯. મૌનનો કલરવ

પ્રિયતમાનું સાન્નિધ્ય મળે એટલે જીવન ચારે બાજુથી ખીલી જાય છે. લાગણીઓમાં તરબતર થવાનું, સપનાંઓની ઉડાનને આંબવાનું અને ક્ષિતિજની પાર પહોંચવા તત્પર થવાનું! હવે તો મૌન પણ કલરવ થઈને ગૂંજ્યા કરતો હોય છે.

૬૮. જનમના ઘાવ

પ્રિયતમાને બોલાવવાની તડપ રણ બનીને વરસે છે. આકાશ થઈને આવવાનું નિમંત્રણ આપતાં જણાવે છે, જન્મ જન્મોના ઘા, પીડા, વ્યથાનું શમન કરવા આવ. હવે રાતના ગહન અંધકારમાં આવીને અજવાળું કર. આ વિરહના રાગને કેવી રીતે ગાવું? અસ્તિત્ત્વને પણ હવે તો દાવ પર લગાવી દીધું છે.

૬૭. દાનતનો દરિયો

જો કોઈ જીવતે જીવ જ મૃત્યુને જીવી લે તો યમના ડરથી મુક્ત થઈ જાય. તેના હ્રદયમાં રામ રહેતા હોય છે, ને તે તમામ ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે. તે કર્મના બંધનથી મુક્ત થઈ વિહરે છે. એને મન હવે વૈશાખ જ શ્રાવણની જેમ વરસે છે. માંગ ઓગળી જાય છે, ત્યાગ પરમ બની જાય છે.

૬૬. એક કેવળ એક છે!

સત્ય બંને વિરોધોને સમાવી લે છે. મૌન જે અર્થો કરી શકે છે, તે શબ્દો નથી કરી શકતા. આમ તો પ્રત્યેક ક્ષણ મૃત્યુ તરફની ગતિ છે, એટલે સાચા અર્થોમાં તો ચોતરફ સ્મશાન છે, કઈ ક્ષણ ચેતના અચેતન બની જશે ખબર નથી, અને છતાં બંને એક જ છે, અદ્વૈત છે, તે ગણિત સમજાતું નથી.

Design a site like this with WordPress.com
Get started